વિસનગર: પંથકની મહિલાને અશ્લીલ વિડિઓ વાયરલ કરવાની ધમકી આપી બીભત્સ માંગણી કરી
વિસનગર પંથકમાં રહેતી 28 વર્ષીય મહિલા ખેતરમાં જઇ રહી હતી તે દરમિયાન તેના જ ગામના શખ્સે તેની પાસે વિડીયો હોવાનું જણાવી વાયરલ કરવાની ધમકી અાપી બિભત્સ માંગણી કરી હતી. છ માસ અગાઉ બનેલ ઘટનામાં મહિલાઅે અાબરૂની બીકે ફરિયાદ ન અાપતાં અા શખ્સે બે દિવસ અગાઉ ફરીથી મહિલા પાસે બિભત્સ માંગણી કરતાં મહિલાઅે અા બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.