દિવાળી વેકેશન દરમિયાન સુરતના અડાજન વિસ્તારમાં આવેલા બંધ બંગલાને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.લાખોની ઘરફોડ ચોરીની ઘટનાને અંજારમાં આપી તસ્કરો ફરાર થઈ ગયા હતા.અડાજણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન આ ગુનામાં અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. જેઓની પૂછપરછમાં વધુ ત્રણ શખ્સો ના નામ સામે આવ્યા હતા. જેને વોન્ટેડ જાહેર કરાયા હતા. જે ફરાર આરોપીઓને બુધવારે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.