11 ડિસેમ્બર સવારે 11 કલાકે મળતી વિગતો લીંબડી અલકાપુરી સોસાયટી વિસ્તારમાં રહેતા અને લીંબડી એસટી બસ સ્ટેન્ડ રોડ પર દિપ હેર સ્ટાઈલ દુકાન ચલાવતા તુષાર ગણપતભાઇ સોલંકી તેમના ઘર બહાર પાર્ક કરેલ GJ 13 JJ 6797 નંબર નું હિરો હોન્ડા બાઇક સવારે નજરે ન પડતાં શોધખોળ હાથ ધરી હતી. તેમ છતાં કોઈ પત્તો ન લાગતા લીંબડી પોલીસ સ્ટેશને કોઈ અજાણ્યા શખ્સો તેમનુ બાઇક ચોરી કરી ઉઠાંતરી કરી લઇ ગયા ની ફરિયાદ લીંબડી પોલીસ સ્ટેશને નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.