સતલાસણા: ગોકુળધામ સોસાયટી નજીક પશુ લઈને જતાં માલધારીને બાઈક ચાલકે અડફેટે લેતા ઈજાઓ પહોંચી
ગઈકાલે સવારે સતલાસણાની ગોકુલધામ સોસાયટી નજીક પશુઓ લઈને જઈ રહેલા માલધારી લાલાભાઈ રબારીને કોઈ અજાણ્યા બાઈક ચાલકે ટક્કર મારતા પગમાં ફ્રેક્ચર થતાં સારવાર માટે વડનગર ખસેડવામાં આવ્યા હતા. સારવાર મેળવ્યા બાદ લાલાભાઈ રબારીએ અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ઈજા પહોંચાડ્યાની ફરિયાદ આપતા સતલાસણા પોલીસે તપાસ હાથ ધરી છે.