થાનગઢ પંથકમાં સરકારી જમીન પર વર્ષોથી થયેલા દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્રની કડક સૂચના અને નોટિસ બાદ, દબાણકર્તાઓએ સ્વેચ્છાએ પોતાના ગેરકાયદેસર બાંધકામો હટાવવાનું શરૂ કર્યું છે. આ કાર્યવાહી થાનગઢથી તરણેતર રોડ અને લાખામાચી રોડ પર કેન્દ્રિત છે. તંત્ર દ્વારા અંદાજે 100થી વધુ દબાણો દૂર કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. દબાણો હટાવવા માટે 05 જાન્યુઆરીથી 08 જાન્યુઆરી સુધીનું આખરી અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું.