અમદાવાદ શહેર: અમદાવાદના હાટકેશ્વરમાં દબાણ દૂર કરવાની કામગીરી
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટીપી રોડ ખોલવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મંગળવારે 4 કલાકે ભાઈપુરા- હાટકેશ્વર વોર્ડમાં બાબુલાલની ચાલીથી ભૂંડની ચાલી તરફના રોડ પરના દબાણો દૂર કરીને પહોળો કરવાની કામગીરી કરાઈ.