સાપુતારાના ગણપતિ મંદિર નજીક ના વણાક પર અકસ્માત સર્જાયો
ગઈકાલે રાત્રે સાપુતારાના ગણપતિ મંદિર નજીકના વળાંક પર એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. નાસિકથી વડોદરા તરફ જઈ રહેલી સુઝુકી સ્વીફટ ડિઝાયર કારે સામેથી આવતી પીકઅપ ગાડીને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પીકઅપ ગાડી પલટી ગઈ હતી અને બંને વાહનોને ભારે નુકસાન થયું હતું.