ચોટીલા: ચોટીલા ખનીજ ચોરીનો દરોડો કરતા ટીમ પાસેથી સાધનો છોડાવી ગયા હતા થાન જામવાડીના ભાગેડુપિતા અને પુત્રની મિલ્કતના જપ્તીનો હુકમ
ચોટીલા પ્રાંત અધિકારી થાન અને મૂળી પંથકની ખાણોમાં સરકારી જમીનમાં ભૂમાફિયાઓ બેરોકટોક ખનીજની ચોરી કરતા હતા. ત્યારે ચોટીલા પ્રાંત તરીકે એચટી મકવાણા આવતા ભૂમાફિયાઓની ખેર નથી રહી.આવા સમયે ચેકિંગ માટે ગયેલી ટીમ સાથે ઘર્ષણ કરીને વાહનો સહિતનો સામાન છોડાવી જનાર જામવાડીના પિતાની મિલ્કત ઝપ્ત કરવાનો હુક્મ કરાયો છે. જામવાડી ગામે રહેતા રણુભાઈ દાનાભાઈ અલગોતર અને પુત્ર વિજય રણુભાઈ અલગોતર સામે ચેકિંગ ટીમ સાથે માથાકુટ કરીને વાહનો છોડાવી જવાનો ગુનો દાખલ થયો છે