ટંકારા: ટંકારાના મિતાણા ગામની સીમમાં પવનચક્કીમાથી કેબલ અને પ્લેટની ચોરી
Tankara, Morbi | Oct 14, 2025 ટંકારા તાલુકાના મીતાણા ગામની સીમમાં આવેલ પવનચક્કી નંબર -MTN-01 ના ગેઈટનો નકુચો તોડી તસ્કરો કન્વર્ટ કેબીનમાથી અર્થીંગ કેબલ ૧૭૦૦૦ હજારનો તથા પ્લેટ (તાંબુ) જેની અંદાજિત કિંમત રૂ.૮૦૦૦ મળી કુલ કિં રૂ. ૨૫૦૦૦ ના મુદ્દામાલની ચોરી કરી લઇ જઈ તેમજ પવનચક્કીની પેનલમાં તોડફોડ કરી ૫૦૦ રૂપિયાનું નુકસાન કર્યું હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.