સુરત ગ્રામ્ય પોલીસે પાંચ વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર થયેલા હત્યાના આરોપી પ્રતાપચંદ્ર ભગીરથ શેટ્ટીને| ઓડિશાથી ઝડપી પાડ્યો છે. રાજ્ય પોલીસ મહાનિર્દેશકની વિશેષ ડ્રાઈવ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રતાપચંદ્ર શેટ્ટી કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં વર્ષ 2011માં નોંધાયેલા હત્યા (કલમ 302)ના ગુનામાં પાકા કામનો કેદી હતો