ભારતીય કેન્દ્રિય ચૂંટણી પંચના નિર્દેશ મુજબ તા. ૨૮ ઓક્ટોબરથી ગુજરાત રાજ્યમાં SIR-2025 મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમનો અમલ શરૂ થયો છે. નવસારી જિલ્લામાં આવેલા ૪ વિધાનસભા મતવિસ્તારના કુલ ૧૧૧૬ મતદાન મથકો પર ૧૦ લાખ ૯૫ હજાર ૯૦૦ મતદારોની ખરાઈ હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોની બેઠક યોજાઈ હતી જેમાં કાર્યક્રમના તબક્કાઓની વિગતવાર જાણકારી આપવામાં આવી.