દિયોદર: દારૂબંધીના કડક નિર્ણયથી વખા બન્યું વ્યસનમુક્ત, દારૂ પીનાર સામે દંડ અને સામાજિક બહિષ્કારનો નિર્ણય..
આજરોજ પાંચ કલાક ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં, દારૂનો બેફામ વેપાર યુવા ધનને બરબાદ કરી રહ્યો છે. આ દૂષણને જડમૂળથી ઉખાડી નાખવા માટે, દિયોદર તાલુકાના વખા ગામના લોકોએ એક અનોખો અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે. તેમણે જાહેરાત કરી છે કે, જો કોઈ વ્યક્તિ ગામમાં દારૂ વેચતા, બનાવતા કે પીતા પકડાશે, તો તેને પોલીસને હવાલે કરી દંડ અને સામાજિક બહિષ્કાર કરવામાં આવશે આ નિર્ણયને ગામલોકોએ આવકર્યો હતો અને તેનું પરિણામ ખૂબ જ સકારાત્મક જોવા મળશે