ઉમરપાડા: કમોસમી વરસાદ નું જોર ઘટતા સુરત જિલ્લાના ખેડૂતો પાક બચાવવાની કામગીરીમાં લાગ્યા.
સુરત જિલ્લામાં છેલ્લા આઠ દિવસથી વરસી રહેલા| કમોસમી વરસાદનું જોર ઘટતાં ખેડૂતોએ રાહત અનુભવી છે. વરસાદ અટકતા ખેતીના કામો ફરી શરૂ થયા છે. ખેડૂતો હવે તેમના પાકોને બચાવવા અને નુકસાનીનો અંદાજ લગાવવાની કામગીરીમાં લાગી ગયા છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. તૈયાર થયેલા ડાંગર, શાકભાજી અને શેરડી સહિતના| મુખ્ય પાકોને મોટો ફટકો પડ્યો છે. પાક લણણીના આરે હતો ત્યારે આવેલા વરસાદ અને ભેજને કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.