કાલોલ: કાદવીયા ગામે મોટરસાયકલ ના નુકશાનના ૧૨,૫૦૦/ની અદાવતે લોખંડની પાઈપ, પાવડાથી હુમલો કરનાર 2 સામે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ.
કાલોલ તાલુકાના કાદવીયા ગામે રહેતા પ્રવીણભાઈ બળવંતભાઈ દ્વારા વેજલપુર પોલીસ મથકે નોંધાવેલ ફરીયાદની વિગત જોતા ફરિયાદીની મોટરસાયકલ એક વર્ષ પહેલા અશ્વિનભાઇ અમરાભાઈ પટેલીયા લઈ ગયા હતા અને મોટરસાયકલ સાથે ખાડામાં પડી ગયા હતા જેથી મોટરસાયકલને રૂ ૧૨,૫૦૦/ નુ નુકશાન થયું હતું જે ફરિયાદીએ ભરપાઈ કરેલ જે નુકસાનીના પૈસા અવારનવાર માંગતા આપતા નહોતા અને તેની અદાવતે આરોપી અશ્વિનભાઇએ રસ્તામાં રોકી ગાળો બોલી પાવડાનો હાથો ફરિયાદીના પીઠના ભાગે મારી દીધેલ દિનેશભાઈ ચીમનભ