નવસારીના વાંસદામાં દારૂની હેરાફેરી ઝડપાઈ છે. વાંસદા પોલીસે બાતમીના આધારે દમણ પાસિંગની સ્વીફ્ટ કાર રોકી તપાસ કરતાં ૨૬ બોક્સમાંથી ૧૧૭૯ બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. રૂ. ૫.૫૯ લાખના મુદ્દામાલ સાથે કારચાલક અજયભાઈ ગાવીતને પોલીસે પકડી પાડ્યો છે, જ્યારે બે આરોપીઓને વૉટેડ જાહેર કરવામાં આવ્યા છે.