બાંટવા નગરપાલિકા દ્વારા આજે "Women For Tree અભિયાન અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલનો ઉદ્દેશ્ય પર્યાવરણ જાળવણીમાં મહિલાઓની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો હતો.કાર્યક્રમમાં નગરના અગ્રણી મહાનુભાવો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. ઉપસ્થિત મહાનુભાવોમાં માનનીય પ્રમુખશ્રી, ઉપ પ્રમુખશ્રી, શહેર ભાજપ પ્રમુખશ્રી, તમામ સદસ્યશ્રીઓ, ચીફ ઓફીસરશ્રી, નગરપાલિકાના તમામ કર્મચારીશ્રીઓ, હાજર રહ્યા હતા.