રાજકોટ પૂર્વ: બેડી પુલ પર ભયાનક અકસ્માત.ડામર ભરેલા ડમ્પર પાછળ ઘૂસ્યો ટ્રક–ડ્રાઈવર કેબીનમાં ફસાયેલ ડ્રાઈવ બહાર કાઢ્યો
આજે બપોરે 4:00 વાગ્યે રાજકોટ નજીક બેડી ગામના પુલ પર એક ગંભીર માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં, ડામર ભરેલું એક ડમ્પર પાછળથી એક ટ્રકમાં ઘૂસી ગયું હતું.આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકના ડ્રાઈવરને ગંભીર ઈજાઓ થઈ હતી અને તે કેબિનમાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ ટુકડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો