ધોરાજી ખાતે રહેતા જીતેન્દ્રભાઈ રામજીભાઇ વેકરીયા જૂનાગઢની જીઆઈ.ડી.સી-2 કોહીનુર એસેસરીઝ ફેક્ટરીના ડોમ ઉપર ચઢી પતરા ફીટ કરવાનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક સંતુલન ગુમાવતા તેઓ જમીન પર પટકાયા હતા. પડતાં જ તેમના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાને પગલે સહકર્મીઓ દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.