આજે તારીખ 14/01/2026 બુધવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર પશુ દવાખાના તેમજ વન વિભાગ અને પ્રકૃતિ મિત્ર મંડળ લીમડાના સંયુક્ત ટીમ સાથે લીમડીમાં કરુણા અભિયાન અંતર્ગત લીમડી પશુ દવાખાને વિશેષ સારવાર કેન્દ્રની શરૂઆત કરાઈ.કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થનાર પક્ષીઓ તથા પશુઓને તાત્કાલિક અને યોગ્ય સારવાર પૂરી પાડવાનો હતો.આજે એક આનંદદાયક બાબત સામે આવી કે સમગ્ર દિવસ દરમિયાન એકપણ પક્ષી ઈજાગ્રસ્ત નહીં થયા.