સાંતલપુર: પાટણ એલસીબી પોલીસ છેલ્લા બે વર્ષથી નાસ્તા-ફરતા આરોપીને સાંતલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો
ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વી.કે.નાયી, પોલીસ અધિક્ષક, પાટણનાઓએ પાટણ જીલ્લાના પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા સુચના કરેલ હોય જે અનુસંધાને શ્રી આર.જી.ઉનાગર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. પાટણનાઓના માર્ગદર્શન હેઠળ પાટણ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી પકડી પાડવા સારૂ એલ.સી.બી. સ્ટાફના માણસો પ્રયનશીલ હતા.દરમ્યાન બાતમી હકીકત આધારે સાંતલપુર પો.સ્ટે વિસ્તારમાંથી શ્રીરામ બિશનોઈ ઝડપી પાડ્યો હતો.