જામનગર શહેર: જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં પાનના ધંધાર્થી ઉપર પૈસાની લેતી દેતીના મામલે ૩ શખ્સો દ્વારા હુમલો કરાયો
જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા અને પાનની દુકાન ચલાવતા એક વેપારી યુવાન પર પૈસાની લેતી દેતી ના મામલે ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખી તેનો મોબાઈલ પણ તોડી નાખ્યાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.