આજરોજ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે આજે રાષ્ટ્રીય યુવા દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે સ્ટેચ્યુ પાર્ક ખાતે આજે યુવા ભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ભરૂચ ભાજપ જીલ્લા પ્રમુખ પ્રકાશ મોદી,ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,પૂર્વ જીલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા,પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત હાજર રહ્યા હતા.