સુરત: સુરત શહેરના સિંગણપોર પોલીસ મથકમાં વર્ષ 2021માં નોંધાયેલ વાહનચોરીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી પોલીસને થાપ આપી રહેલા વોન્ટેડ આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે જામનગરના નાની-લખાણી ગામમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી પોતાની ધરપકડ ટાળવા સતત ઠેકાણા બદલી રહ્યો હતો, જેના વિરુદ્ધ કોર્ટે વોરંટ પણ ઇશ્યૂ કર્યું હતું.વર્ષ 2021માં આરોપી ભંગડીયા ભવાનસીંગ ભીલાલા અને તેનો સાગરીત સચીન ભીલાલા સુરતના સિંગણપોર વિસ્તારમાં મજૂરી કામ કરતા હતા.