ધનસુરા: PM ના જનમ દિવસ પખવાડિયા અંતર્ગત આકરુંદ ખાતે કેમ્પ અને ધનસુરા કાર્યાલય ખાતે પીએમ ના જીવન આધારિત પ્રદશન ખુલ્લુ મુકાયું
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનમ દિવસ નિમિતે સેવા પખવાડિયા અંતર્ગત આજ રોજ આકરુંદ PHC ખાતે સંગઠન કૌશિકભાઇ પટેલ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી નાજિમા ભુરાવાલા અને આકરુંદ PHC નો સ્ટાફ દ્વારા આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો હતો અને ધનસુરા ખાતે ભાજપા કાર્યાલય ખાતે પીએમ નરેન્દ્ર મોદીના જીવન આધારિત પ્રદશન ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાજપા ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા