ભુજ: માધાપરમાં મહિલાની છેડતી: યુવક સામે પોલીસ ફરિયાદ
Bhuj, Kutch | Mar 29, 2026 માધાપરમાં મહિલાની છેડતી: યુવક સામે પોલીસ ફરિયાદ ભુજ તાલુકાના માધાપર ગામે એક મહિલાની છેડતીનો બનાવ બન્યો છે. ભોગ બનનાર મહિલાની ફરિયાદ મુજબ, જય નામના શખ્સે તેમનો હાથ પકડી છેડતી કરી હતી. આ મામલે માધાપર પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.