ડભોઇ નગરના મોટાભાગના બાગ બિસ્માર અવસ્થામાં હતા જ્યારે નગરપાલિકા દ્વારા અમૃત 2.0 યોજના હેઠળ નવીનબાગ 2 કરોડ 75 લાખ રૂપિયાના ખર્ચે અધ્યતન બનાવવામાં આવ્યો જેનું ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતાના વરદ હસ્તે નવીન વિભાગનું લોકાર્પણ કરવામાં આવ્યું. સિનિયર સિટીઝન નાના બાળકો અને યુવા વર્ગ તમામને ઉપયોગી થઈ શકે તેવી સુવિધાઓ બાગ માં ઉભી કરવામાં આવી છે.