બીલખા પંચાયતના સમ્પ પાસે આવેલી ગૌશાળાની નજીક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા બાયો-વેસ્ટ ફેંકવામાં આવ્યો હોવાની ઘટના તાજેતરમાં સામે આવી હતી. આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈ બીલખા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.પોલીસ તપાસ દરમિયાન સ્પષ્ટ થયું છે કે આ બાયો-વેસ્ટ કોઈ ડોક્ટર અથવા હોસ્પિટલ દ્વારા ફેંકવામાં આવ્યો નથી. તપાસમાં એવું જાણવા મળ્યું છે કે શક્યતા મુજબ કેન્સરના કોઈ દર્દી દ્વારા સારવાર દરમિયાન ઉપયોગમાં આવેલ બાયો-વેસ્ટ અહીં નાંખવામાં આવ્યો હોઈ શકે છે.