દાહોદ: મહિલાઓના આરોગ્ય અને પોષણ માટે રાજ્યભરમાં મહાભિયાન શરૂ , દાહોદ સાંસદ ના હસ્તે ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે કરાયો પ્રારંભ
Dohad, Dahod | Sep 17, 2025 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના ૭૫મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દાહોદ જિલ્લામાં આ અભિયાનનો શુભારંભ ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે કર્યો હતો. આ પ્રસંગે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે અભિયાનને પુનઃમહત્વ આપતાં જણાવ્યું કે, “આજથી મહિલાઓના આરોગ્ય માટે વિશાળ સ્તરે કાર્ય શરૂ થયું છે અને દરેક માતા, બહેન તથા દીકરીએ આનો લાભ લેવો જોઈએ.