ખેરાલુ: ખેરાલુ પોલીસ સ્ટેશનમાં નવરાત્રી આયોજકો સાથે પીઆઈ એ બેઠક કરી
આવતીકાલથી નવરાત્રી શરૂં થતી હોય ખેરાલુ પીઆઈ પી.ડી દરજી એ શહેરના નવરાત્રી આયોજકો સાથે બેઠક કરી સુરક્ષા અને પોલીસ કામગીરીની માહિતી આપી છે. સાથે જ SHE ટીમ દ્વારા દરેક જગ્યા પર પેટ્રોલિંગ કરાશે અને રોમીયોગીરી કરતા તત્વો પર એક્શન લેવાશે એવી ચેતવણી આપી શાંતિપુર્ણ માહોલ સાથે નવરાત્રી આયોજન કરવા સુચના આપી પોલીસ સાથે સંપર્કમાં રહેવા જણાવ્યું છે.