વર્ષ 2007માં સચિન પોલીસ ચોપડે દહેજ પ્રથા અને હત્યાનો ગુનો નોંધાયો હતો.આરોપી સુરેન્દ્ર કલ્લૂ પ્રસાદ શર્મા ની ધરપકડ કરવાના આવી હતી.જે કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી.આરોપી લાજપોર જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યો હતો.જે આરોપીએ નવ વર્ષ અગાઉ પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો હતો.જે આરોપી હરિયાણા ના ઘાટ ગામ ખાતે છુપાયો હોવાની માહિતી મળતા સચિન પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.