ધારી: મીઠાપુર રોડ પર રહેણાક મકાનના ફળિયામાં દીપડો ઘુસી વાછરડાનું કર્યું મારણ.
Dhari, Amreli | Sep 14, 2025 ચલાલા મીઠાપુર રોડ પર રહેતા ખેડૂત રમેશભાઈ વાઘાણીના રહેણાંક મકાનમાં ફળિયામાં મોડી રાત્રે દીપડો ઘુસી ગયો અને ફળીયામાં બાંધેલ પશુઓ માંથી એક વાછરડા ને દીપડો ઉપાડી ગયેલ અને મારણ કર્યું,આ ઘટનાની જાણ સવારે માલિક રમેશભાઈ ને થતા જંગલ ખાતાને જાણ કરવામાં આવી,માલિક સાથે વાતચીત કરવામાં આવી ત્યારે માલિક રમેશભાઈ એ જણાવ્યું હતું કે આજે આવા હિંસક પ્રાણી જંગલ વિસ્તાર છોડી ગ્રામ્ય વિસ્તારમાં આવતા હોય અને ઘરના ફળિયામાં આવીને પશુઓ ઉપાડી જઈ મારણ કરવા લાગ્યા છે...