થાનગઢના ધોરણ 10માં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થી જન્મજયસિંહ રાણાએ અડગ મનોબળથી રાજ્યકક્ષાની ગોળા ફેંક સ્પર્ધામાં ત્રીજો ક્રમ મેળવી મેડલ જીત્યો છે. જન્મથી જ ‘સ્પાયના બાયફીડા’ જેવી ગંભીર બીમારી હોવા છતાં, દાદાના સહયોગ અને પોતાની મહેનતથી તેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે. તાલુકા કક્ષાએ પ્રથમ અને હવે રાજ્યકક્ષાએ ત્રીજો ક્રમ મેળવી જન્મજયસિંહે થાનગઢનું નામ રોશન કર્યું છે.