ઉપલેટા: ભાદર ડેમ કાંઠા વિસ્તારમાં મામલતદાર શ્રી દ્વારા મુલાકાત લેવામાં આવી
Upleta, Rajkot | Jul 2, 2024 આજરોજ સામે આવતી વિગતો અનુસાર ઉપલેટા મામલતદાર શ્રી દ્વારા ઉપલેટા તાલુકાના લાઠ, મેલી મજેઠી, કુંઢેચ, તલગણા ગામો પર ભાદર ડેમ કાંઠા વિસ્તાર અને ગધેથળ ગામે વેણુ-2 ડેમની મુલાકાત લેવામાં આવી હતી વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી પણ આવ્યા છે ત્યારે ઉપલેટા મામલતદાર શ્રી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી સાથે વિવિધ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.