વડોદરા: નવનિયુક્ત મંત્રી મનીષાબેન વકીલ નો અભિવાદન સમારોહ યોજાયો
વડોદરા શહેરમાં મંત્રી તેમજ ધારાસભ્ય મનીષાબેન વકીલનો અભિનંદન સમારોહ યોજાયો હતો.મહિલા અને બાળ કલ્યાણ વિભાગ ના મંત્રી બનતાં શહેરમાં કાર્યકર્તાઓએ ઉષ્માભર્યુ સ્વાગત કર્યું હતુ.નવા મંત્રીમંડળમાં મનીષાબેનને મળ્યો સ્વતંત્ર હવાલાનો પદભાર મળ્યો છે.ત્યારે આ કાર્યક્રમમાં શહેરના સાંસદ ડૉ. હેમાંગ જોશી ઉપસ્થિત રહ્યા હતા સાથેજ શહેર ભાજપા અધ્યક્ષ જયપ્રકાશ સોની અને કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યકર્તાઓએ ફૂલહાર અને તાળીઓ સાથે મનીષાબેનનું વધામણું કર્યું હતુ