મુળી: વડધ્રા ગામની સીમમાં જુગાર રમતા ચાર ઝડપાયા જ્યારે પાંચ ફરાર.
મુળી તાલુકાના વડધ્રા ગામે કેટલાક શખ્સો સીમ વિસ્તારમાં જુગાર રમતા હોવાની બાતમીને આધારે સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી ની ટીમ દ્વારા દરોડો કરી નિતેશ રતિલાલ આદરોજા, મધુભાઈ રાજેન્દ્રસિંહ ઝાલા, કેતન પ્રેમજીભાઈ કણોતરા, હરેશ અમરસંગભાઈ પરમાર સહિતનાઓને રોકડ ૯૭ હજાર રૂપિયા તથા પાંચ મોબાઇલ કિંમત ૭૫ હજાર મળી કુલ ૧.૭૨ લાખ રૂપિયાના મુદામાલ સાથે ઝડપી લઇ નાસી ગયેલા બાલાભાઈ હેમુભાઈ સાપરા, જયસુખ ઉર્ફે જેડી થતા ત્રણ મોબાઇલ ધારક સહિત કુલ ૯ વિરુધ ગુન્હો નોંધાયો હતો.