ઉમરપાડા: ટીંબા ગામના 27 વર્ષીય આદિવાસી એન્જિનિયર મૃગેશ ઇશ્વરલાલ રાઠોડે અનોખી સિદ્ધિ હાંસલ કરી
Umarpada, Surat | Sep 15, 2025 ટીંબા ગામના 27 વર્ષીય આદિવાસી એન્જિનિયર મૃગેશ ઇશ્વરલાલ રાઠોડે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. જેટકોમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે કાર્યરત મૃગેશે બજાજ ડોમીનાર 250 બાઈક પર લદ્દાખના દુનિયાના સૌથી ઊંચા મોટરેબલ રોડ સુધીની સફર પૂરી કરી છે.મૃગેશ પોતાના મિત્રો ભાવિક રાઠોડ, આકાશદીપ પટેલ, આયુષ રાઠોડ અને પિયુષ ચૌધરી સાથે 16 ઓગસ્ટના રોજ પ્રવાસ પર નીકળ્યો હતો. 25 દિવસમાં 6300 કિલોમીટરનું અંતર કાપીને તેઓ 19024 ફૂટની ઊંચાઈએ આવેલા લદ્દાખના ઉમીલાંગ લા સુધી પહોંચ્યા.