ઉના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ ની પૂર્વ સંધ્યાએ ઉના મા આવેલ યોગા કેન્દ્ર મા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો .
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ની પૂર્વે સંધ્યાએ ઉના સરકારી કર્મચારી સંયુક્ત મોરચા દ્વારા ઉના શહેરમાં વરસિંગપુર રોડ પર આવેલ યોગા કેન્દ્રમાં મહા રક્તદાન (બ્લડ ડોનેશન) કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહા રક્તદાન કેમ્પમાં ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં માધ્યમિક અને પ્રાથમિક શાળાના શિક્ષકો, પોલીસ, હોમગાર્ડ અને રેવન્યુ વિભાગ સહીત ઉપસ્થિત રહ્યા હતા.