વડોદરા: અટલાદરા પ્રમુખ સ્વામી કુટિર સોસાયટીના લોકોનો ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી વિરોધ
વડોદરા : શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી પ્રમુખસ્વામી કુટીર સોસાયટી તરફ જવાનો માર્ગ બિસ્માર બન્યો છે.અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આજ દિન સુધી રોડ બન્યો નથી કોર્પોરેટરો અને અધિકારીઓ ફોન ઉઠાવતા નથી તેવા આક્ષેપ સાથે સોસાયટીના લોકોએ આવનાર કોર્પોરેશનની ચૂંટણીમાં કોઈપણ પક્ષે અમારી સોસાયટીમાં વોટ લેવા આવું નહીં તેવા બેનરો મારીને પોતાનો વિરોધ દર્શાવ્યો છે.