જાણીતી કંપનીની બ્રાન્ડની નકલને પગલે થયેલ ફરિયાદના આધારે કોર્ટે નિમેલ અધિકારી સાથે રાખી ચિત્રા માં એક ફેકટરી માં તપાસ
Bhavnagar City, Bhavnagar | Dec 29, 2025
દેશની જાણીતી કંપની પારલે પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ ની લોકપ્રિય બ્રાન્ડ ‘ગ્લુકો’ની નકલ કરીને ‘ગ્લુકો સ્ટાર્ટ’ નામે બિસ્કીટ બનાવવાનો અને વેચવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે પાર્લે કંપની દ્વારા દિલ્હી હાઈ કોર્ટમાં કેસ દાખલ કરાયો હતો. કોર્ટે લોકલ કમિશનરની નિમણૂક કરી તપાસના આદેશ આપ્યા આપતા આજે કંપનીના માણસો દ્વારા લોકલ કમિશનર લોકલ પોલીસને સાથે રાખી આજે તાપસ કરતા 8 લાખ કરતા વધુ રકમનો શંકાસ્પદ જથ્થો મળ્યો છે.