માળીયા: માળીયા મીયાણાની ભીમસર ચોકડી નજીકથી દેશી હાથ બનાવટના તમંચા હથિયાર સાથે એક ઇસમ ઝડપાયો...
Maliya, Morbi | Oct 17, 2025 માળીયા મીંયાણા પોલીસે ભીમસર ચોકડી પાસેથી એક શખ્સને ગેરકાયદેસર દેશી તમંચા (હથિયાર) સાથે ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે, નરેશજી જીલાજી મુલાડીયા(ઉં.વ. 29)નામનો શખ્સ ભીમસર ચોકડીથી મોરબી તરફના રોડ પર પેન્ટના નેફામાં ગેરકાયદેસર તમંચો લઈને નીકળ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી શખ્સને પકડી લઈ તેની પાસેથી રૂપિયા 5000ની કિંમતનો એક દેશી બનાવટનો તમંચો કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.