પર્યાવરણ સંરક્ષણ અને પક્ષીપ્રેમ માટે વર્ષોથી નિષ્ઠાપૂર્વક સેવા આપતા હરસુખભાઈ ડોબરીયાનું આજે કર્મશીલ ગ્રુપ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. કોઈપણ પ્રકારના ફંડ ફાળો લીધા વગર સમાજ માટે સતત કાર્ય કરનાર હરસુખભાઈની સેવાઓને બિરદાવવા માટે કેશોદની વિવિધ સંસ્થાઓ પણ આ સન્માન કાર્યક્રમમાં જોડાઈ હતી.