રાધનપુર: હારીજ પોલિસ સ્ટેશનના ગુનાનો આરોપી એલસીબી ટીમે ઝડપી પાડ્યો
પાટણના હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનાના આરોપીને પાટણ એલસીબી ટીમે ઝડપી પાડ્યો હતો.આરોપી સમૃદ્ધ સિંહ રાઠોડ નામના શખ્સની એલસીબી ટીમે અટકાયત કરી હતી.આરોપી હારીજ પોલિસ સ્ટેશન વિસ્તારના પ્રોહીબિશન ગુનામાં સામેલ હતો ત્યારે પોલિસ દ્વારા અંગત બાતમીના આધારે આરોપીની અટકાયત કરી હતી.