વંથલીના ગાદોઈ ગામે જમીન વિવાદમાં વૃદ્ધે આત્મહત્યા કરી લેતા 5 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાતા Dysp એ પ્રતિક્રિયા આપી વધુ માહિતી આપી છે.જમીન પચાવી પાડવાના ત્રાસથી કંટાળી વૃદ્ધે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.સંબંધીઓના માનસિક ત્રાસ અને ધમકીથી વૃદ્ધ પરેશાન હતા.અઢી વીઘા જમીન વિવાદમાં જીવન ટૂંકાવ્યું.પાંચ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.આરોપીઓમાં SRP જવાન સહિત પરિવારના પાંચ સભ્યો સામેલ છે.વંથલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.