આજે તારીખ 17/12/2025 બુધવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં સંજેલી તાલુકા પ્રમુખ અલ્પેશભાઈ ચારેલના અધ્યક્ષસ્થાને કાનજીખેડી મુકામે આમ આદમી પાર્ટી સંજેલી દ્વારા ખેડૂત ન્યાય પંચાયતનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનું નેતૃત્વ પૂર્વ સરપંચ રમેશભાઈ નીસરતાની આગેવાનીમાં કરવામાં આવ્યું.આ ખેડૂત ન્યાય પંચાયતમાં ખેડૂતોની ખેતી સંબંધિત સમસ્યાઓ, પાક વીમા, વીજળી, સિંચાઈ, ખાતર-બીજની ઉપલબ્ધતા તેમજ યોગ્ય ભાવ ન મળતા હોવાના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી.