ગણદેવી: પૂર્ણા અને અને અંબિકા નદી પર ૩૦૦ કરોડના ટાઈટલ ડેમ પ્રોજેક્ટમાં વિલંબ: ત્રણ વર્ષ બાદ પણ કામ અધૂરું
નવસારી જિલ્લાના પૂર્ણા અને અંબિકા નદીઓ પર દરિયાના ખારા પાણીના ભરાવાને રોકવા માટે ૩૦૦ કરોડ રૂપિયાના બે ટાઈટલ ડેમ બનાવવા માટે ત્રણ વર્ષ પહેલાં રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ સમયસર કામગીરી ન થતા પ્રોજેક્ટ હજુ અધૂરો છે. વાઘરેજ ટાઈટલ ડેમને બે વખત અને નવસારી ટાઈટલ ડેમને એક વખત એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હોવા છતાં કામ પૂર્ણ થઈ શક્યું નથી.