નવસારી: નવસારી એલ.સી.બી.ની સફળતા: ૨ વર્ષ જૂનો મોબાઇલ ચોરીનો ગુનો ઉકેલી આરોપીની ધરપકડ
નવસારી એલ.સી.બી. ટીમે જલાલપોર પોલીસ સ્ટેશનનો છેલ્લા બે વર્ષથી અનડિટેક્ટ રહેલો મોબાઇલ ચોરીનો ગુનો ઉકેલીને મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. એલ.સી.બી. ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીના આધારે આરોપી સિલુ બૈન્શીની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી રૂપિયા ૧૮,૯૯૯ના સેમસંગ ગેલેક્ષી A14 5G મોબાઇલ સાથે મુદ્દામાલ જપ્ત કરાયો હતો.