પલસાણા: પલસાણા તાલુકા કક્ષાનું વિજ્ઞાન ગણિત, પર્યાવરણ પ્રદર્શન તથા કલા ઉત્સવ જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયો
Palsana, Surat | Nov 26, 2025 પલસાણા તાલુકાના અમલસાડી ખાતે આવેલ નરહરિ પરીખ આશ્રમશાળામાં સુરત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલની અધ્યક્ષતામાં “વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે STEM” વિષય પર તાલુકા કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન-૨૦૨૫-૨૬ ભવ્ય રીતે યોજાયું. શ્રીમતી ભાવિનીબેન પટેલે રિબીન કાપીને પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. તાલુકાની ૨૫ શાળાઓ માંથી ૪૫ નવસર્જનાત્મક મોડેલ રજૂ થયાં, જેમાંથી નિષ્ણાતોના મૂલ્યાંકન બાદ ૧૦ ઉત્કૃષ્ટ કૃતિઓ જિલ્લા કક્ષાએ મોકલવામાં આવી.