કાલોલ: બોરુ ટર્નિંગ સ્થિત જુના ડેન્જરર્સ ક્રોસિંગને સ્થાને નવા બનેલા સુગમ કટનું સાંસદ રાજપાલસિંહ જાદવના હસ્તે ઉદઘાટન કરાયું
કાલોલ નગરમાંથી પસાર થતા હાલોલ-શામળાજી ટોલ હાઈવે પરના યમરાજ બનેલા બોરું ટર્નીગ રોડના જુના ક્રોસિંગને મૂળ જગ્યાએ ખસેડવાના સંવેદનશીલ મુદ્દે સ્થાનિક લોકોએ કરેલ રજૂઆતને પગલે પંચમહાલ (ગોધરા) સાંસદ રાજપાલસિંહ જાદવના સરાહનીય પ્રયાસોને અંતે તંત્ર દ્વારા યોગ્ય સ્થાને કટ આપતા ગુરુવારે ઉત્સાહી લોકોએ સમસ્યાનું નિવારણ કરતા બપોરે બાર વાગ્યે લોકપ્રિય સાંસદ રાજપાલસિંહ જાદવના હસ્તે શ્રીફળ વધેરી રિબિન કાપીને નવિન કટનું ઉદ્ઘાટન કર્યું હતું.