રાજકોટ પૂર્વ: રાજકોટ: માધાપર ચોકડી પાસે બેફામ ટ્રકની અડફેટે આવતા રાહદારીનું ઘટનાસ્થળે જ મોત
રાજકોટ: શહેરના માધાપર ચોકડી પાસે આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક બેફામ બનેલા ટ્રક ચાલકે રાહદારીને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. આજે સવારે 11: 30 વાગ્યાના અરસામાં માધાપર ચોકડી નજીકથી યુપી પાર્સિંગનો એક ટ્રક ચાલકે વૃદ્ધાને અડફેટે લીધા હતા અને તેઓનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. મહત્વનું છે કે હમણાં થોડા દિવસ પહેલા જ એક ટ્રક ચાલકે બાળકનો ભોગ લીધો હતો.