સંજેલી: સંજેલીને જોડતા માર્ગનુ R&B વિભાગ (સ્ટેટ) દ્વારા વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓ ઉપર ડામર પેચવર્કની કામગીરી કરાઇ
Sanjeli, Dahod | Sep 24, 2025 આજે તારીખ 24/09/2025 બુધવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં દાહોદ જિલ્લામાં વરસાદ બંધ થતા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દાહોદ દ્વારા ભારે વરસાદને કારણે નુકસાન પામેલા રસ્તા ઉપર ડામર પેચની કામગીરી શરૂ કરવામાં આવી છે. દાહોદ જિલ્લાના સંજેલી, કદવાલ,પીછોડામાં પેચ વર્કની કામગીરી કરવામાં આવી હતી. સામાન્ય જનતાને સુરક્ષિત અને સુગમ વાહન વ્યવહાર મળી રહે તે હેતુસર તાત્કાલિક વિભાગની તકનિકી ટીમ દ્વારા સ્થળ પર સર્વેક્ષણ કરી માર્ગોની નુકસાનગ્રસ્ત સપાટીના મરામત કરાઈ.